ગુજરાત

gujarat

ETV Bharat / state

junior exam paper leak accused: રાજકોટમાં NSUI સંગઠનએ પેપર ફોડનાર આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી

રાજકોટમાં NSUI સંગઠનએ આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી છે. 10થી વધારે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પરીક્ષા 30 દિવસમાં લેવાની ( junior exam paper leak accused) માંગ કરવામાં આવી છે.

junior exam paper leak accused: રાજકોટમાં NSUI સંગઠનએ પેપર ફોડનાર આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી
junior exam paper leak accused: રાજકોટમાં NSUI સંગઠનએ પેપર ફોડનાર આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી

By

Published : Feb 1, 2023, 7:17 PM IST

રાજકોટઃ તાજેતરમાં જ વર્ગ 3ની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. જે મામલે અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ NSUI દ્વારા શહેરના ઇન્દિરા સર્કલ ખાતે પેપર ફૂટવાની ઘટનાને લઈને આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર ફોડનાર આરોપીના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી. પેપર ફોડનાર આરોપીને ફાંસી અપાઈ હતી. વિરોધને પગલે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 10થી વધારે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

રાજકોટમાં NSUI સંગઠનનો વિરોધ

આ પણ વાંચો Junior Clerk Exam Paper Leak: પેપર લીક કરનાર મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

વિરોધ પ્રદર્શન:છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકારની ભરતીનું પેપર ફોડવાની ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ NSUI દ્વારા અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિધાથીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિધાથીઓના જીવન સાથે ખેલ ખેલાઇ રહ્યો છે. વિધાથીઓને હવે એ ચિંતા છે કે ફરી પરિક્ષા કયારે લેવામાં આવશે.

આ પણ વાંચો Junior Clerk Exam Paper Leak : પૂર્વ ધારાસભ્યએ ભગવાન શ્રીરામને કરી ફરિયાદ, કહ્યું બેરોજગાર યુવાનોની રક્ષા કરો

પરીક્ષા 30 દિવસમાં લેવાની માંગ: ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનાને પગલે NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ પરીક્ષા આગામી 30 દિવસની અંદર જ લેવામાં આવે. પંચાયત પ્રધાન આ ઘટનાને લઈને પોતાનું રાજીનામું આપે તેવી ઉગ્ર માંગણી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ NSUI દ્વારા આ મામલે રાજકોટ જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે હિન્દીના સર્કલ નજીક દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા એને સિવાયના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટમાં NSUI સંગઠનએ પેપર ફોડનાર આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી

પ્રતાપ દૂધાતનો અનોખો વિરોધ:રાજ્યમાં રવિવારે જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પેપર લીક મામલાને લઈને ભગવાન શ્રીરામને સંબોધીને પત્ર લખ્યો છે. પેપરફોડ ટોળકી સામે બેરોજગારી યુવાનોનું કોઈના કોઈ રૂપે અવતાર ધારણ કરીને તેમના દ્વારા રક્ષણ કરવામાં આવે તેવી પત્ર મારફતે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામને વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details