ઉનાળો શરૂ છે અને રાજકોટમાં અમુક વિસ્તારોમાં પાણી ન મળવાની સમસ્યાઓ સર્જાઇ છે. મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં પાણીનો વેડફાટ નથી થઈ રહ્યો છે કે નહીં તે અંગે ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. જેને લઈને મનપાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નંબર 9માં ચેકીંગ હાથ ધરાયું હતું. આ ચેકીંગ દરમિયાન મનપાની ટીમને જનકપુરી આવાસ યોજનમાંથી ડાયરેક્ટ પમ્પિંગ કરતા 12 જેટલા ઇસમો મળી આવ્યા હતા. આ તમામ ઇસમોને મનપા તંત્ર દ્વારા રૂપિયા 2-2 હજારની નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજકોટમાં મનપા દ્વારા પાણી ચોરો પર તવાઈ, ડાયરેક્ટર પમ્પિંગ કરતા 12ને ફટકાર્યો દંડ - gujarat
રાજકોટઃ શહેરમાં પાણી ચોરો પર મહાનગરપાલિકાની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં શહેરના વોર્ડ નંબર 9માં આવેલા જનકપુરી આવાસ યોજનામાં ડાયરેક્ટરે પમ્પિંગ કરતા 12 જેટલા ઇસ્મોને રૂપિયા 2-2 હજારનો દંડ ફટકારતી નોટિસ મોકલી હતો.
rajkot
ઉલ્લેખનીય છે કે, રાજકોટના મુખ્ય જળસ્રોત આજી અને ન્યારી ડેમમાં પાણી પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હાલ મનપા દ્વારા નર્મદાનું પાણી માંગીને આ ડેમો ભરવામાં આવી રહ્યા છે. તેવામાં શહેરીજનો દ્વારા પાણીનો વેડફાટ ન થાય તે માટે મનપા તંત્ર દ્વારા સતત ચેકીંગ અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.