- 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી
- તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ
- તમામ પોલિંગ બૂથ પર ચૂંટણીલક્ષી તમામ સામગ્રી પહોંચાડી દેવાઇ
રાજકોટ : રાજ્યમાં 6 મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીની તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા શનિવાર સાંજ સુધીમાં તમામ પોલિંગ બૂથ પર ચૂંટણીલક્ષી તમામ વસ્તુ પહોંચાડી દેવામાં આવશે. આ સાથે તમામ પોલિંગ બૂથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચૂંટણી ફરજમાં 7,740 લોકોનો સ્ટાફ
રાજકોટ ચૂંટણી માટે ફરજમાં 7,740 સ્ટાફ રોકાયેલો છે, ચૂંટણીને લગતું તમામ સાહિત્ય સાંજ સુધીમાં તમામ પોલિંગ બૂથ પર પહોંચાડી દેવામાં આવશે. જેમાં EVM, સ્ટાફ માટે અને મતદારો માટે થર્મલ સ્ક્રિનિંગ, રેપિડ ટેસ્ટ, આરોગ્ય વિષયક સાધન સામગ્રી સહિતનું સાહિત્ય બંદોબસ્ત સાથે પહોંચાડી દેવામાં આવશે. વિવિધ સાધનોમાં તમામને પોલિંગ બૂથના ફુટ આપી દેવામાં આવશે. ક્યાં બૂથ પર કેટલી સાધન સામગ્રી પહોંચાડવાની છે, તેની યાદી પણ સાંજ સુધીમાં આપી દેવામાં આવશે.
તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મતદાન કરે તેવી શક્યતા
રાજકોટ કલેક્ટર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્વાસ્થ્ય સારું હોવાથી મતદાન કરવા આવશે. આ અંગે લઈને વ્યવસ્થાનું કલેક્ટરે જણાવ્યું હતું કે, હજૂ સુધી CM ઓફિસમાંથી જાણકારી આવી નથી, જ્યારે કોવિડ પોઝિટિવ પણ મતદાન કરી શકે છે. કોવિડ પોઝિટિવ દર્દીએ ડૉક્ટરનું સર્ટિંફિકેટ આપવું પડશે. આ અંગે જાણ કરવામાં આવશે, તેની પણ કોવિડ ગાઈડલાઈન સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.