ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ માર્કેટયાર્ડ ખાતે બેઠક મળી, હડતાળ લંબાઈ તેવી શક્યતાઓ

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારના રોજ સત્તાધીશો અને વેપારી એસોસિએશનની બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં ગરમાગરમી જોવા મળી હતી. યાર્ડમાં છેલ્લા ચાર દિવસથી હડતાળ અને આજે હળતાલનો પાંચમો દિવસ છે, છતાં પણ હજુ સુધી યાર્ડનું કામકાજ શરૂ કરવામાં ન આવતા યાર્ડમાં દરરોજનું રૂ. 8થી 10 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે.

રાજકોટ માર્કેટયાર્ડ ખાતે મળી બેઠક, હડતાળ લંબાઈ તેવી શક્યતાઓ
રાજકોટ માર્કેટયાર્ડ ખાતે મળી બેઠક, હડતાળ લંબાઈ તેવી શક્યતાઓ

By

Published : Feb 22, 2020, 5:30 PM IST

રાજકોટઃ શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, તેમની સામે કરવામાં આવેલો પોલીસ કેસ પરત ખેચવામાં આવે. જેને લઈને શનિવારના રોજ યાર્ડ ખાતે બેઠકમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આ અંગે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, યાર્ડમાં સત્તાધીશોની સામે પાછળથી ભાજપનું જ એક જૂથ હડતાળના સમર્થનમાં છે, માટે ભાજપ પક્ષમાં જ આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો છે.

રાજકોટ માર્કેટયાર્ડ ખાતે મળી બેઠક, હડતાળ લંબાઈ તેવી શક્યતાઓ

ઉલ્લેખનીય છે કે, યાર્ડમાં મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ એસોસિએશન દ્વારા રાજકોટ મોરબી હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વેપારીઓને રોકવામાં આવતા, કેટલાક ઈસમો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને 300 લોકો સામે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે વેપારી એસોસિએશન પોતાના પર થયેલો પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ સાથે હડતાળ પર છે.

ABOUT THE AUTHOR

...view details