ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : વાવાઝોડાની બલી ટળ્યા બાદ દેરડી ગામની બહેનોએ માથે હેલ લઈને ઠાકરના ગુણગાન ગાયા

રાજકોટના દેરડી કુંભાજી ગામે વાવાઝોડનો તાંડવ પુર્ણ થયા બાદ બહેનો દ્વારા શિવ સત્સંગ રાખ્યો હતો. ગામમાં આવેલા આશ્રમના આનંદેશ્વર મહાદેવ મંડળની બહેનોએ માથે હેલ લઈને ઠાકરના ગુણગાન સાથે શિવના ભજન ગાયા હતા. શિવ સત્સંગ પુર્ણ થયા બાદ પ્રસાદીથી મોઢું મીઠું હતું. મહત્વની વાત એ છે કે, આ મંડળની બહેનો ગરીબ લોકો અને હોસ્પિટલમાં સેવાકીય કાર્ય પણ કરે છે. ત્યારે શું છે સમગ્ર વાત જૂઓ વિગતવાર.

Rajkot News : વાવાઝોડાની બલી ટળ્યા બાદ દેરડી ગામની બહેનોએ માથે હેલ લઈને ઠાકરના ગુણગાન ગાયા
Rajkot News : વાવાઝોડાની બલી ટળ્યા બાદ દેરડી ગામની બહેનોએ માથે હેલ લઈને ઠાકરના ગુણગાન ગાયા

By

Published : Jun 17, 2023, 6:55 PM IST

વાવાઝોડાની બલી ટળ્યા બાદ દેરડી ગામની બહેનોએ માથે હેલ લઈને ઠાકરના ગુણગાન ગાયા

રાજકોટ : ગુજરાતના સમુદ્ર કિનારે વાવાઝોડાની આફત ટળતાં રાજકોટના દેરડી કુંભાજી ગામે 170 મહિલાઓનો શિવ સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, બિયરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયાઈ કિનારે સરકાર તેમજ તંત્ર દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. ઓછામાં ઓછી નુકસાની થાય અને લોકો જીવ બચી જાય તેના માટે હજારો લોકોનું તંત્ર અને સરકાર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ વાવાઝોડાની આફત સામે હેમખેમ લોકોના જીવ બચી જાય તે માટે હજારો લોકો સોમનાથ, દ્વારકા સહિત અનેક મંદિરોમાં ઈશ્વરને પ્રાર્થના પણ કરી રહ્યા હતા. ત્યારે દેરડી કુંભાજી ગામે આનંદેશ્વર મહાદેવ મંડળની બહેનો દ્વારા લતાબેન મિસ્ત્રીના આંગણે વાવાઝોડાની બલી ટળતા શિવ સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

બહેનોનું મંડળ દ્વારા સેવાકીય કાર્ય : દેરડી કુંભાજી ગામે મહિલાઓ દ્વારા આનંદેશ્વર મહાદેવ મંડળનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ મંડળ ગરીબ લોકોને અનાજની કીટ અને હોસ્પિટલોમાં નાણાકીય સહાય આપે છે. આ આનંદેશ્વર મહાદેવ મંડળની બહેનો દ્વારા ગામના નિર્દોષાનંદ બાપુના આશ્રમે દર રવિવારે સાફ સફાઈ, બાલ સભા તેમજ શિવ સત્સંગનો કાર્યક્રમ રાખે છે, ત્યારે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાની મુશ્કેલી ટળતા બહેનોએ માથે હેલ લઈને દ્વારકાધીશ ઠાકરના ગુણગાન સાથે ગરબા રમ્યા, રામનામની ધુન બોલાવી અને શિવ સત્સંગ કરીને મોઢું મીઠું કર્યું હતું.

શિવ સત્સંગનો કાર્યક્રમ : લતાબેન મિસ્ત્રીના આંગણે અંદાજે મંડળની 170થી વધુ મહિલાઓ એકઠી થઈને ઈશ્વરના નામની ધુન બોલાવી સત્સંગ કર્યો હતો. સત્સંગ બાદ બહેનોએ મોઢું મીઠું કર્યું હતું. જેમાં આનંદેશ્વર મહાદેવ મંડળના સભ્ય લતાબેન મિસ્ત્રી દ્વારા લાડવા અને ચોકલેટના પ્રસાદીનું વિતરણ કર્યું હતું. વીરૂબેન સખીયા દ્વારા મહિલાઓ અને બાળકોને આઈસ્ક્રીમના પ્રસાદીનું વિતરણ કર્યું હતું અને મંડળના સંચાલન કરનાર વર્ષાબેન દ્વારા પણ પ્રસાદીનું વિતરણ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

  1. Cyclone Impact : રામ રાખે તેને કોણ ચાખે, જામનગરમાં વૃદ્ધ પર વૃક્ષ ધરાશાયી થતાં લોકોએ માન્યુ કે નહીં જીવે, પરંતુ...
  2. Gujarat Cyclone Impact : વાવાઝોડું લેન્ડફોલ બાદ હાલાર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ક્યાં કેટલો વરસાદ જૂઓ
  3. Rain News : સુરતમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી એન્ટ્રી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

ABOUT THE AUTHOR

...view details