ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થયું છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક ઈસમ બે ઓટોમેટિક પિસ્તોલ અને કાર્તિસ સાથે ઝડપાયો છે. લખુ બધા કટારા નામનો ઈસમ ખેતીકામ કરે છે. જેની પાસેથી ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે બે ઓટોમેટિક પિસ્તોલ અને 9 જેટલા કાર્તિસ કબ્જે કર્યા છે.
રાજકોટ: પાટણવાવ વિસ્તારમાંથી બે પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો
રાજકોટઃ ગ્રામ્ય LCBએ બાતમીના આધારે પાટણવાવ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ભોળા ગામમાંથી એક ઇસમની બે ગેરકાયદેસર પિસ્તોલ અને 9 અલગ અલગ જીવતા કાર્તિસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આ ઈસમ અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ઇસમની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
ડિઝાઈન ફોટો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આ ઈસમ અગાઉ 5 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે શખ્સની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેને અગાઉ રેતી અને લિઝના ધંધામાં તેમજ કૌટુંબિક ભાઈઓ સાથે જમીન મુદ્દે ઝઘડો ચાલતો હોય તેને પોતાની પાસે આ ગેરકાયદેસર હથિયાર રાખ્યું હતું.