ગુજરાત

gujarat

ETV Bharat / state

કોર્ટ શરૂ કરવાની માગ સાથે રાજકોટ વકીલોના ધરણા - gujarati news

રાજકોટ બાર એસોસિએશન દ્વારા કોર્ટની બહાર ધરણાં અને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ વહેલી તકે ફિઝિકલી રીતે કોર્ટ શરુ કરવામાં આવે તેવી માગ સાથે કોર્ટ બહાર વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

rajkot
rajkot

By

Published : Feb 4, 2021, 2:09 PM IST

  • કોર્ટ શરૂ કરવાની માગ સાથે રાજકોટ વકીલોના ધરણા
  • વકીલો દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે રજુઆત
  • કોર્ટ બહાર વકીલો કરી રહ્યા છે ધરણા

રાજકોટઃ રાજકોટ બાર એસોસિએશન દ્વારા કોર્ટની બહાર ધરણાં અને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ વહેલી તકે કોર્ટ ફરી શરુ કરવામાં આવે તેવી માગ સાથે કોર્ટ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહી શરૂ કરવાની માગ સાથે અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં હજુ સુધી આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવતા અંતે વકીલોએ ધરણાં યોજવાનો વારો આવ્યો છે.

કોર્ટ શરૂ કરવાની માગ સાથે આજે રાજકોટ વકીલોના ધરણા

વકીલો દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહી છે રજૂઆત

કોરોના કાળ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી કોર્ટ ફિઝિકલ રીતે બંધ હોય જેના કારણે નાના વકીલોની રોજગારી ખોરવાઇ છે. તેમજ વકીલોની આવકનો સ્રોત પણ બંધ થયો છે. જેને લઇને રાજકોટ બાર એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી કોર્ટની કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.

આ અંગે અનેક રજુઆત કરાઇ હોવા છતાં પણ યોગ્ય નિર્ણય ન આવતા અંતે વકીલો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. જેને લઈને વકીલોએ ભેગા મળીને કોર્ટની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details