ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ : ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર કરવા વધુ નાણા લે તો વહીવટી તંત્રને જાણ કરો

સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમિત લોકોની સારવાર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે વધુ નાણા લેવા સામે રાજકોટ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા આ અંગેની માહિતી આપવા નંબર પણ જાહેર કર્યા છે.

રાજકોટ
રાજકોટ

By

Published : Nov 8, 2020, 10:48 PM IST

  • ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે વધુ નાણા લેવા સામે રાજકોટ વહીવટી તંત્રએ લાલ આંખ કરી
  • તંત્ર દ્વારા આ અંગેની માહિતી આપવા નંબર પણ જાહેર કર્યા
  • ફરિયાદ કરવા હેલ્પલાઇન નંબર અથવા કચેરી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે

રાજકોટ: કોરોના મહામારી સંબધે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સને ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ્સ દ્વારા દર્દીઓની કોરોના સારવાર માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજીયાત છે.

ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર કરવા વધુ નાણા લે તો વહીવટી તંત્રને જાણ કરો

પ્રાંત અધિકારી રાજકોટ શહેર-જૂની કલેકટર કચેરીને રૂબરૂ પણ ફરિયાદ કરી શકાશે

ખાસ કરીને હોસ્પિટલમાં કોરોના સારવારના દર નિયત કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર અર્થે દાખલ દર્દીઓને કોઈ ફરિયાદ હોય, હોસ્પિટલ્સ દ્વારા નિયત દર કરતા વધારે રકમ ચૂકવણી કરવાનું કહેવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્રને હેલ્પલાઇન નંબર 9328971155, 9484608514 પર પ્રાંત અધિકારી રાજકોટ શહેર-જૂની કલેકટર કચેરીને રૂબરૂ પણ ફરિયાદ કરી શકાશે.

સારવારના દર RMC સાથે થયેલા MoU પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે

ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવારના દર રાજકોટ મહાનગરપાલિકા સાથે થયેલા એમ.ઓ.યુ.(MOU) પ્રમાણે નિયત કરવામાં આવ્યા છે. જેમાં જનરલ વોર્ડના રૂપિયા 8400/પ્રતિ દિવસ, HDU ઓક્સિજન સાથે રૂપિયા 11,500 તેમજ ICUના 17,800 અને ICU વેન્ટિલેટર સાથે રૂપિચા 21,500 નિયત કરવામાં આવ્યા છે. આ રકમમાં તમામ ટેક્ષનો પણ સમાવેશ થાય છે. આ દરમાં ભોજન, PPE કીટ તેમજ દવાઓનો પણ સમાવેશ થાય છે.

ફરિયાદ કરવા હેલ્પલાઇન નંબર અથવા કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે

પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1ના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલ્સમાં કોરોનાની સારવાર લીધા બાદ ખર્ચ બાબતે કોઈ ફરિયાદ હોય તો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હેલ્પલાઇન નંબર 9328971155, 9484608514 અથવા કચેરી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે.

ABOUT THE AUTHOR

...view details