રાજકોટમાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્યારે ફરી એક બોગસ તબીબને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા શ્રી ક્રિષ્ના ક્લિનિક ચલાવતા બોગસ તબીબ અમરીતા પ્રોબીસ બિશ્વાસને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
રાજકોટમાંથી વધુ એક બોગસ તબીબને પોલીસે દબોચ્યો - Gujarat news
રાજકોટઃ શહેરની ભાગોળે આવેલા કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ચાલતા શ્રી ક્રિષ્ના ક્લિનિકના એક બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. ક્લિનિકમાંથી પોલીસે જુદી જુદી કંપનીઓની દવાઓ તેમજ ઇન્જેક્શન જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
doctor
ઈસમ પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીઓની દવાઓનો જથ્થો તેમજ ઇન્જેક્શન સહિતના રોકડા રુપિયા પણ કબ્જે કર્યા છે. લોકોના આરોગ્ય સાથે જાહેરમાં ચેડા કરતા ઈસમ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.