રાજકોટવર્તમાન સમયમાં કેટલાક નેતાઓ ફક્ત ચૂંટણી પહેલા લોકો પાસેથી મત માગવા માટે દેખાતા હોય છે. ને બાકીના 5 વર્ષ ક્યાં ગાયબ હોય છે તે તો ભગવાન જ જાણતા હોય છે. પરંતુ આ તમામ વાતોને ખોટી સાબિત કરી બતાવી છે રાજકોટના ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાએ (Rajkot Gondal MLA Geetaba Jadeja). અહીં તેઓ એક શ્રમજીવી પરિવારના 6 વર્ષના (Poor Children of Proletarian family) બાળકની મદદ કરવા પહોંચી ગયાં હતાં. તેમણે આ પરિવારના બાળકોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવી તેમને નવજીવન (MLA Geetaba Jadeja gives new life to Poor Children) આપ્યું હતું.
લારી ચલાવી ગુજરાન ચલાવે છે પરિવાર ગોંડલના આશાપુરા સોસાયટી નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનું 6 વર્ષનું બાળક બીમાર પડતા નાનીમોટી સારવાર કરાવી હતી, જે ઘરમાં બચતની રકમ હતી. તે પણ પૂર્ણ થઈ ગઈ હતી ને બાળકનું સચોટ નિદાન પણ થતું નહતું. એક દિવસ બાળકની તબિયત વધારે બગડી હતી. આ અંગેની જાણ થતાં ધારાસભ્ય ગીતાબા જાડેજા ગોંડલના શ્રમજીવી પરિવારના બાળકની (Poor Children of Proletarian family) વ્હારે આવ્યાં હતાં.
યુવા નેતાએ કર્યો સંપર્ક આ અંગેની વિપરિત પરિસ્થિતિમાં બાળકના પિતા રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જાડેજા તથા નગરપાલિકાના (Gondal Nagar Palika) દંડક રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવામાં આવતા બાળકને ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં (Poor Children of Proletarian family) દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ડો. શાહ દ્વારા તમામ રિપોર્ટ, સોનોગ્રાફી કરી નિદાન કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે, આ બાળકને એપેન્ડિક્સની ગાંઠનો પેટમાં બ્લાસ્ટ થયેલ છે ત્યારે તાત્કાલિક પાંચ કલાકમાં ઓપરેશન કરવું પડે તેમ જ છે.
દંડકે કરી વ્યવસ્થા આ ઑપરેશન રાજકોટની કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં જ શક્ય છે તેવી બાબત સામે આવતા તાત્કાલિક ગોંડલ નગરપાલિકાના (Gondal Nagar Palika) દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એમ્બુલન્સની વ્યવસ્થા કરી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.