રાજકોટઃરાજકોટમાં CBI દ્વારા છટકું ગોઠવીને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીને રૂ.5 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા. જ્યારે CBI દ્વારા રાજકોટમાં છટકું ગોઠવીને અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ તેમની ઓફિસ અને ઘર પર તપાસ ચાલી રહી હતી. એવામાં ફોરેન ટ્રેડના આ ઓફિસરે પોતાની ઓફિસના ચોથા માળેથી કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો. જેને લઇને ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad News : રીક્ષાચાલકે ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, CCTV આવ્યા સામે
સોના ચાંદીના દાગીના મળ્યા:સીબીઆઇની ટીમ દ્વારા ફોરેન ટ્રેડની ઓફિસ ખાતે અને ઘર ખાતે તપાસ ચાલુ હતી તે દરમિયાન જોઈન ડાયરેક્ટર અધિકારી જે.એમ બીશ્નોઈના ઘરે તેમની પત્ની અને પુત્ર દ્વારા સીબીઆઇની રેડ હોવાની જાણ થયા બાદ રોકડ રૂપિયાઅને સોના ચાંદીની વસ્તુઓને સગેવગે કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
તપાસનો ધમધમાટઃ જોકે આ તમામ વસ્તુઓ સીબીઆઇની હાથમાં આવી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે રોકડ રૂપિયા 50 લાખ સીબીઆઇની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે છટકા દરમિયાન પાંચ લાખ રૂપિયા રોકડા જે.એમ બીશ્નોઈને લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીબીઆઇની ટીમ દ્વારા ફોરેન ટ્રેડની ઓફિસ ખાતે અને ઘર ખાતે તપાસ ચાલુ હતી તે દરમિયાન જોઈન ડાયરેક્ટર અધિકારી જે.એમ બીશ્નોઈના ઘરે તેમની પત્ની અને પુત્ર દ્વારા સીબીઆઇની રેડ હોવાની જાણ થયા બાદ રોકડ રૂપિયાઅને સોના ચાંદીની વસ્તુઓને સગેવગે કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સીસીટીવી મળ્યાઃ જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે આ તમામ વસ્તુઓ સીબીઆઇની હાથમાં આવી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે રોકડ રૂપિયા 50 લાખ સીબીઆઇની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે છટકા દરમિયાન પાંચ લાખ રૂપિયા રોકડા જે.એમ બીશ્નોઈને લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.