આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં અલગ અલગ સ્કૂલના કુલ 9,351 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 7,899 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયા છે. જ્યારે 1,452 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થયા છે.
રાજ્યનું ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર, 84.47 ટકા સાથે રાજકોટ પ્રથમ ક્રમે - Rajkot First
રાજકોટ: રાજ્યમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં કુલ 71.90 ટકા જેટલું આ વર્ષનું પરીણામ રહ્યું છે. ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લાએ પરિણામાં રાજ્યમાં ફરી બાજીમારી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે સૌથી ઓછું પરીણામ છોટાઉદેપુર જોવા મળ્યું હતું.
સ્પોટ ફોટો
રાજકોટ જિલ્લામાં જોઈએ તો ધોરાજી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ એટલે કે 87.95 જેટલું નોંધાયું છે. જ્યારે ગોંડલ કેંદ્રનું પરીણામ સૌથી ઓછું 81.98 જેટલું નોંધાયું છે. ત્યારે રંગીલા રાજકોટે સમગ્ર રાજ્યમાં ધોરણ 12ના વિજ્ઞાન પરીક્ષામાં પોતાનો ડંકો વગાડતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી અને ઢોલ ડીજેના તાલે જુમ્મી ઉઠ્યા હતા.