ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - coronavirus in gujarat

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા છે. તેઓ હાલ પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઇન થયા છે.

Rajkot
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

By

Published : Sep 15, 2020, 8:26 PM IST

રાજકોટ: જિલ્લા કલેક્ટર રેમ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઇન થયા છે. જો કે, હજુ સુધી કલેક્ટર કોરોના પોઝિટિવ થયા છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પોતાના ઘરેથી જ ઓફિસનું મોટાભાગનું કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાજપના નેતાઓ અને રાજકારણીઓ કોરોના પોઝિટિવ આવતા હતા, પરંતુ હવે આઈએએસ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રેમ્યા છેલ્લા પાંચ મહિનાથી સતત કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હતા.

ABOUT THE AUTHOR

...view details