ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ : ગોંડલ સરકારી દવાખાનામાં 55 બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

ગોંડલ શહેર પંથકમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યું છે. ગોંડલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંક 1100ને પાર થઈ જતા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 4 દિવસના ટૂંકા સમયમાં જ ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે 55 બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.

Gondal Government Hospital
Gondal Government Hospital

By

Published : Sep 16, 2020, 6:14 AM IST

રાજકોટ : ગોંડલ સરકારી દવાખાને 55 બેડ સાથેની કોવિડ હોસ્પિટલનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલ શીંગાળા, નગરપાલિકા પ્રમુખ અશોક પીપળીયા સહિતનાઓ આગેવાનો હાજર રહ્યા હતા.

ગોંડલ સરકારી દવાખાનામાં 55 બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

4 દિવસ પહેલાં જ અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા ગોંડલની મુલાકાત લીધી હતી. જે દરમિયાન શહેરમાં તાકીદે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. RDD રૂપાલી મહેતા અને ગોંડલ હોસ્પિટલ અધિક્ષક ડૉક્ટર વાણવીએ જહેમત ઉઠાવી 55 બેડની સેન્ટ્રલ ઓક્સિજન પાઇપ સાથેની હોસ્પિટલ કાર્યરત કરી હતી.

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગોંડલ ખાનગી હોસ્પિટલના તબીબોને રોજિંદા વિઝિટની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં MBBS ડૉકટર અને આયુર્વેદિક તબીબ 8-8 કલાકના રોટેશન પ્રમાણે 24 કલાક ફરજ પર હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details