રાજકોટઃ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસ કારણે સામવારે વહેલી સવારથી ચર્ચાનો વિષય બનેલા ચા અને પાનની દુકાનો બંધ રાખવામાં આવશે પરંતુ બપોર બાદ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આ મામલે સ્પષ્ટ કરવામાં આવી હતી. કે આ અંગેની એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે ચા અને પાનની દુકાન હાલ પૂરતી ચાલુ રાખવામાં આવશે તેમજ ચા અને પાનની દુકાનો બહાર જોવા મળતા ટોળાઓને એકઠા ન થવા જોઇએ.સાથેજ પાનની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે અમલ કરવાનો પણ જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવે છે.
રાજકોટ: ચા-પાનની દુકાનો બંધ કરવા અંગે કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી
રાજકોટમાં કોરોના વાઇરસના સતત વધતા જતા કેસને કારણે ચા અને પાનની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સોમવારે બપોર કલેકટર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ચા-પાનની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે પરંતુ દુકાનોની બહાર ટોળાઓને એકઠા ન થવા દેવાની સૂચના આપવામાં આવી છે.
રાજકોટ: ચા-પાનની દુકાનો બંધ કરવા અંગે કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજી ગામની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં હાલ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ એવી ચર્ચા ચાલી હતી કે રાજકોટ જિલ્લામાં ચા અને પાનની દુકાને એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે પરંતુ આ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી હતી.