ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ - સફાઈ કામદારો

દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનના સમયમાં કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે રાજકોટ શહેરના સફાઈ કામદારો શહેરને સ્વચ્છ રાખવા માટે તેમને સોંપાયેલી પ્રમાણમાં નાની ગણાય છતાં અતિ અગત્યની કહી શકાય તેવી ફરજ સુપેરે બજાવી રહ્યા છે.

રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ
રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ

By

Published : Apr 13, 2020, 5:35 PM IST

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમારે આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, શહેરને સ્વચ્છ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાના 2310 કાયમી સફાઈ કામદારો અને કરાર આધારીત અને મિત્રમંડળોના કૂલ 2100 સફાઈ કામદારો તેમની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. આ ઉપરાંત શહેરની સ્વચ્છતામાં 325 ટીપર વાનનું પણ મહત્વનું યોગદાન છે, જે પ્રત્યેકમાં એક ડ્રાઈવર અને એક હેલ્પર મળી કુલ 650 વ્યક્તિઓ ઘરેથો કચરો એકત્રિત કરવાની રોજિંદી ફરજો નિભાવી રહ્યા છે.

રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ

સફાઈ કામદારોની ફરજો સવારે 6.30થી બપોરે દોઢ વાગ્યા સુધીની હોય છે. ટીપર વાન સવારે સાત વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સમગ્ર રાજકોટમાંથી કચરો એકઠો કરીને કોરોના સંક્રમણને નાથવા માટેના કાર્યમાં તેમનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.

રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ

ઉલ્લેખનીય છે કે, કુદરતની કૃપાથી છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધયો નથી. પોતાના ભાગે આવેલું કાર્ય પુરી તત્પરતાથી નિભાવીને રાજકોટના સફાઇ કામદારોએ આપેલું યોગદાન પણ આ બાબતે અગત્યનું છે.

ABOUT THE AUTHOR

...view details