રાજકોટઃ પોરબંદરની જેલમાં 50 વર્ષીય એક પાકિસ્તાની કેદી આરબ જુમાભાઈ પટાણી સજા કાપી રહ્યો હતો. જેને છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી. આ કેદીને પોરબંદલ જેલ વિભાગે રાજકોટ સિવિલમાં દાખલ કર્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલે આ કેદીની સારવાર કરીને તેનો જીવ બચાવ્યો છે.
Rajkot: પોરબંદરની જેલમાં સજા કાપતા પાકિસ્તાની કેદીની સારવાર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલે બચાવ્યો જીવ - ડૉક્ટર્સ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાકિસ્તાની કેદીની સારવાર કરવામાં આવી છે. આ પાકિસ્તાની નાગરિક પોરબંદર જેલમાં સજા કાપતો હતો. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Nov 8, 2023, 11:44 AM IST
|Updated : Nov 8, 2023, 12:02 PM IST
સમગ્ર ઘટનાક્રમઃપોરબંદરની જેલમાં એક પાકિસ્તાની નાગરિક સજા કાપી રહ્યો હતો. આ કેદીને છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી. પોરબંદર જેલ અધિકારીઓએ આ કેદીને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર હોસ્પિટલ છે જેમાં કેથલેબ કાર્યરત અવસ્થામાં છે. આ કેથલેબમાં પોરબંદરની જેલમાં સજા કાપતા પાકિસ્તાની નાગરિકની સારવાર કરવામાં આવી. આ પાકિસ્તાની કેદીને હાર્ટ એટેક આવ્યો હતો. તેથી તેની તાત્કાલિક સારવાર શરુ કરી દેવાઈ હતી. આ કેદીના હૃદયની નળીઓમાં બ્લોકેજ પણ જણાયું હતું. તેથી તેની એન્જિયોપ્લાસ્ટી કરીને તેનો જીવ બચાવાયો હતો. આ પાકિસ્તાની કેદીનો જીવ બચાવવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલને સફળતા મળી હતી. આ કેદીનો જીવ બચતા જ ડૉક્ટર્સ સહિતના મેડિકલ સ્ટાફમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાકિસ્તાની કેદીનો જીવ ભારતીય તબીબોએ બચાવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
પોરબંદરની જેલમાં બંધ પાકિસ્તાની માછીમાર કેદી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ દર્દીની તપાસ કરતા હાર્ટ અટેકના લક્ષણો જણાયા હતા. તેથી આ દર્દીની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફીમાં માલૂમ પડ્યું કે આ કેદીના હૃદયની નળીઓ બ્લોક છે. તેથી તાત્કાલિક તેનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો...ડૉ. આર.એસ. ત્રિવેદી(સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ, રાજકોટ)