રાજકોટ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા તાલુકામાં એક અજાણ્યા યુવાનની માથા વગરનો મૃતદેહ મળી આવી છે. જેને લઈને ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા ચોટીલા અને બામણબોર પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત યુવાનનું ‘ધડ’ કબજે લઈ પી.એમમાં મોકલી આપ્યું હતું.
ચોટીલા નજીક યુવાનનો માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર
રાજકોટઃ ચોટીલા તાલુકાના છેવાડાનાં દેવપરા ગામના બીડ વિસ્તારમાં માથુ કપાયેલી હાલતમાં અજાણ્યા યુવાનનું ધડ મળી આવતા ચકચાર મચી છે. આ ઘટના અંગે જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી હતી. જો એક હજુ સુધી સામે આવ્યું નથી કે ખરેખર મૃત યુવાન કોણ છે.
ચોટીલા નજીક યુવાનની માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર
પોલીસની પ્રાથમિક તપાસમાંએ સામે આવ્યું છે કે, આ યુવાનની હત્યા કરી તેની લાશને અહીં ફેકી દેવાઈ છે. હાલ પોલીસે યુવાન કોણે છે અને કોણે તેની હત્યા કરી? ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરાઇ છે.