રાજકોટજીવનમાં ઘરકંકાસ થાય તો ધણી વખત સંબધો પણ પુર્ણતાને આરે આવી જતા હોય છે. ત્યારે ધણી વખત કોઇ દેવદુત પણ બનીને પરિવારને સમેટવામાં મદદ કરી લેતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટમાં (rajkot Abhayam Team helped woman) બન્યો હતો. જેમાં અભયમની ટીમએ (181 Abhayam Team Rajkot ) નવજાત શિશુને માતા વિહોણું કરતા બચાવ્યું હતું.
શિશુને માતા વિહોણું બનતા અટકાવીસામાન્ય ઝઘડા ગંભીરસ્વરૂપ ધારણ કરે ત્યારે 181મહિલા (Rajkot Abhayam team) અભયમ હેલ્પલાઇન સચોટ નિવારણ કરી ઉમદા સામાજિક ભૂમિકા નિભાવે છે. થોડા વર્ષો પહેલા પીડિતાના લગ્ન તેમના ભાભીના ભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ પીડિતાને સાસરા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો, પીડિતાનો પતિ દારૂ પી તેની સાથે મારકૂટ પણ કરતો અને અંતે સાસરા પક્ષ દ્વારા પીડિતાના નવજાત શિશુને છીનવી તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. વારંવાર વિનંતી અને સમજાવટ છતાં સાસરા પક્ષ દ્વારા તેમના નવજાત બાળક પીડિતાને આપવામાં ન આવવાથી પીડિતાએ 181 અભયમ મહિલા (rajkot Abhayam Team helped woman)હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.