ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ : દારૂની મહેફિલ માણતા ઇન્કમટેક્સ વિભાગની કચેરીના 4 કર્મચારીઓ ઝડપાયા

રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની કચેરીના 4 કર્મચારીઓ રેસકોર્સ પાર્ક બ્લોક નંબર 27ના ફ્લેટ નંબર 103માં વિદેશી દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે તેમના રંગમાં ભંગ પાડી આ ચારેય શખ્સને ઝડપી લીધા હતા.

દારૂની મહેફિલ
દારૂની મહેફિલ

By

Published : Nov 19, 2020, 2:53 AM IST

  • રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમને અજાણ્યા માણસે આપી બાતમી
  • ઈન્કમટેક્ષ વિભાગની કચેરીમાં કામ કરતા 4 કર્મચારીઓને દારૂની મહેફિલ માણતા ઝડપાયા
  • પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ : બુધવાર મોડી રાત્રે રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ અજાણ્યા વ્યક્તિએ જાણ કરી હતી કે, રેસ કોર્ષ પાર્ક બ્લોક નંબર 27ના પહેલા માળે ફ્લેટ નંબર 103માં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતનીને આધારે કન્ટ્રોલ રૂમમાંથી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

વિદેશી દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા

પોલીસે મળેલી બાતમીને આધારે સ્થળ પર રેડ કરતા ઈન્કમટેક્ષ વિભાગના 4 કર્મચારીઓ સુધીરકુમાર રામકુમાર યાદવ, આશિષ રાજસિંગ રાણા, રવિન્દ્ર સજ્જનસિંહ સિંધુ અને દેવેન્દ્રકુમાર ભાનુપ્રતાપસિંગને વિદેશી દારૂની મહેફિલ માણતા પ્રદ્યુમનનગર પોલીસ રંગે હાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં અમદાવાદના ટ્રાફિક ASI વિદેશી દારૂની ગાડીનું પાયલોટીંગ કરતા ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બાબતે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનતા નજરે પડી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિદેશી દારૂનો મોટો જથ્થો કાર સાથે કબ્જે કર્યો છે. જેની તપાસમાં સામે આવ્યું છે કે, આ કારનું પાયલોટીંગ ખુદ પોલીસ જ કરતી હતી.

રાજકોટ: ઉપલેટામાં દેશી દારૂ વેચનારા બેફામ, વીડિયો વાયરલ

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં દેશી દારૂ વેચનારનો વીડિયો વાઇરલ થયો હતો. કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી જનારા બૂટલેગરો બેફામ બન્યા છે ત્યારે ઉપલેટા શહેરના રેલવે સ્ટેશન પાસેના જિન મીલના અવાવરુ મેદાનમાં દેશી દારૂની કોથળીઓ વેચાઈ રહી છે. લોકો સામાજિક અંતર સાથે દારૂ લેવા આવે છે.

ABOUT THE AUTHOR

...view details