ગુજરાત

gujarat

By

Published : Apr 20, 2019, 3:05 AM IST

ETV Bharat / state

રાજકોટમાં પોલીસે ચૂંટણી પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમા ચેકીંગ હાથ ધર્યું

રાજકોટઃ શહેરમાં લોકસભા ચૂંટણી પૂર્વે વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં ખાસ જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે હિસ્ટ્રીસીટર, બુટલેગરો અને જામીન પર છૂટેલા અસામાજિક તત્વોના ઘરે જઈ ચેકીંગ હાથ ધરાયુ હતું. જેને લઈને શહેરના આવારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

સંવેદનશીલ વિસ્તારોમા ચેકીંગ હાથ ધર્યું

રાજ્યમાં લોકસભાની ચૂંટણીના મતદાનની બસ હવે ગણતરીની જ કલાકો બાકી છે. ત્યારે રાજ્યભરની પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જે અંતર્ગત રાજકોટમાં પોલીસ દ્વારા ઠેર ઠેર મુખ્યમાર્ગો પર ચોકીઓ ઉભી કરીને સઘન ચેકીંગ હાથ ધરાયું છે. જેને લઈને આજે શહેરની ભક્તિનગર પોલીસે અતિ સંવેદનશીલ વિસ્તારોમા ચૂંટણીને અનુલક્ષીને ચેકીંગ હાથધર્યું હતુ. જેમાં ખાસ કરીને હિસ્ટ્રીસીટર, બુટલેગરો અને જામીન પર છુટેલા ઈસમોના ઘરે ચેકીંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં ચેકીંગ

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના મતદાનમાં શહેરમાં શાંતિ જળવાય અને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details