રાજકોટના દેવચડી ગામે દરગાહના મુંજાવર પર જીવલેણ હુમલો - complain
રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવચડી ગામે આવેલા ગેબનશાહ પીરની દરગાહમાં છેલ્લી ત્રણ પેઢીથી સેવા પૂજા કરતા મુંજાવર પર ચાર શખ્સોએ ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.
ગોંડલ તાલુકાના દેવચડી ગામે આવેલી ગેબનશાહ પીરની દરગાહમાં છેલ્લી ત્રણ પેઢીથી સેવા પૂજા કરતા અને મુંજાવર તરીકે જાણીતા ધીરુભાઈ ઘોણીયા પર કેશવાળા ગામના શનિ મકવાણા, મહેશ મકવાણા તેમજ બે અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમાં તેમને ગંભીર ઇજા થવા પામી હતી. બાદમાં સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા PSI જાડેજા તેમજ બીટ જમાદાર ડી. યુ. જાડેજાએ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, શનિ મકવાણાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને સામાપક્ષ વાળા સાથે ધીરુભાઈને સમાધાન કરાવી આપવા અવારનવાર દબાણ કરતો હતો પરંતુ તેનું સમાધાન કરાવી ન આપવાના લીધે હુમલો કર્યાનું બહાર આવ્યું હતું.