- રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 'પ્રજાના પ્રશ્નો' એપ્લિકેશન કરાઈ લોન્ચ
- હવે પ્રજાના પ્રશ્નો ચપટી વગાડતા થશે સોલ્વ
- 'પ્રજાના પ્રશ્નો' એપ મારફતે ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ કરાશે રજૂ
રાજકોટ: જિલ્લામાં આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા પ્રથમ એવી રાજકોટ જિલ્લા પંચાયતની પ્રશ્નો એપ્લિકેશન એપ લોન્ચ કરાય છે. આ એપ્લિકેશન મારફતે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જ પોતાના ગામના પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓ રજૂ કરી શકશે. જ્યારે આ પ્રશ્નો પણ એપ્લિકેશન મારફતે જિલ્લા પંચાયતના જે તે પદાધિકારીઓને મળશે અને તેનો તાત્કાલિક નિકાલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ એપ્લિકેશન લોન્ચિંગનો કાર્યક્રમ રાજકોટ જિલ્લા પંચાયતમાં યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જ્યારે રાજકોટમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે... આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિએ પ્રથમ સ્વદેશી સોશિયલ એપ 'Elyments' લોન્ચ કરી
'પ્રજાના પ્રશ્નો' એપ્લિકેશન લોન્ચ કરાઈ
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય લોકોના સંપર્કમાં રહી શકાય અને તેમની સમસ્યા જાણી શકાય તે માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે પ્રજા પ્રશ્નો એપ્લિકેશન બનાવમાં આવી છે. જેનું આજે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. આ એપ્લિકેશન મારફતે ગ્રામ્ય વિસ્તારોના લોકોને પોતાના પ્રશ્નો માટે જિલ્લા પંચાયત ખાતે દોડી આવવું નહિ પડે, જ્યારે તેમના ગ્રામ્યમાંથી જ આ પ્રશ્નોનો નિકાલ થઈ શકશે. આ માટે ગ્રામ્ય વિસ્તારોમાં લોકીને એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવશે. તેમજ વધુમાં વધુ ગ્રામીણ લોકો આ એપ્લિકેશનનો લાભ લે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
હવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે... જિલ્લાના 595 ગામડાઓ સાથે સીધો સંવાદ
રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓ આવેલા છે. અને આ 11 તાલુકાઓમાં મળીને કુલ 595 જેટલા ગામો આવેલા છે. હવે પ્રજાના પ્રશ્નો એપ્લિકેશન લોન્ચ કરવામાં આવતા આ 595 ગામના લોકો સીધા જ જિલ્લા પંચાયતના પ્રમુખના સંવાદમાં આવી શકશે. તેમજ પોતાના ગામ અથવા વિસ્તારની સમસ્યાઓની વર્ચ્યુઅલ રજૂઆત પણ કરી શકશે. આ સાથે જ કોઈ પણ ગ્રામવાસીની વિસ્તાર માટે કોઈ સુજાવ અથવા કોઈ નવા પ્રોજેક્ટ અંગેની માહિતી લેવી અથવા આપવી હશે તો સીધા જ જિલ્લા પંચાયના પ્રમુખને આપી શકશે.
આ પણ વાંચોઃ રમતને ક્લિન કરવા 'નાડા'એ એપ લોન્ચ કરી, પ્રતિબંધિત દવાઓની મળશે માહિતી
11 તાલુકાના તમામ અધિકારીની સંપૂર્ણ માહિતી
પ્રજાના પ્રશ્નો એપ્લિકેશનમાં રાજકોટના 11 તાલુકાઓના તમામ અધિકારીઓની સંપૂર્ણ વિગતો સાથે 595 ગામના સરપંચ, તલાટીમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની પણ માહિતી મળશે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જ એપ્લિકેશન મારફતે સરપંચ, તલાટીમંત્રી અને તાલુકા વિકાસ અધિકારીઓ સાથે જ સીધા જ સંપર્કમાં રહી શકશે. આ સાથે જ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતા તમામ કામોની વિગતો અને રાજ્ય સરકારની ગ્રામ્ય વિસ્તારોમાં માટેની યોજનાઓની પણ માહિતી આ એપ્લિકેશન મારફતે મળી રહેશે.
સ્વખર્ચે ગ્રામ વિસ્તારના લોકો ખાતે બનાવી એપ: પ્રમુખ
પ્રજાના પ્રશ્નો એપ્લિકેશન લોન્ચિંગ બાદ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતા જણવામાં આવ્યું હતું કે, રાજકોટના હરમ્ય વિસ્તારના લોકો પોતાની સમસ્યા અને પ્રશ્નો તાત્કાલિક રજૂ કરી શકે અને ડાયરેક્ટર મારા સંપર્કમાં રહી શકે તે પ્રકારની આ એપ્લિકેશન બનાવમાં આવી છે. જે રાજ્યની 33 જિલ્લા પંચાયતોમાં પ્રથમ છે. જ્યારે આ એપ્લિકેશન બનાવવા માટે મેં એક પણ રૂપિયો પંચાયતનો લીધો નથી મારા સ્વખર્ચે આ એપ્લિકેશન બનાવડાવી છે.