ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસકર્મીઓને ટિકટોકનો વાયરો, રાજકોટમાં પોલીસની ગાડી સાથેનો વીડિયો વાઇરલ

રાજકોટઃ રાજકોટ સિટી પોલીસની ગાડી પર બેસીને બનાવવામાં આવેલો ટિકટોક વીડિયો વાઇરલ થયો છે. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ વીડિયોમાં એક યુવાન પોલીસની ગાડી પર બેસેલો જોવા મળે છે, જ્યારે અન્ય એક પોલીસકર્મી આ ગાડી ચલાવી રહ્યો છે.

rajkot

By

Published : Jul 26, 2019, 5:36 PM IST

હાલ સમગ્ર રાજ્યમાં પોલીસ કર્મીઓને ટિકટોક વીડિયોની લત લાગી હોય તેમ તમામ વીડિયો વાઇરલ થઇ રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ પોલીસની ગાડી સાથેનો ટિકટોક વીડિયો બહાર આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ વીડિયોમાં દેખાઈ રહેલી ગાડી શહેરના A-ડિવિઝન વિસ્તારની છે. તેમજ ગાડી પર બેસેલો શખ્સ અગાઉ રાજકોટ વોર્ડન તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ દ્વારા વીડિયોની વધુ તપાસ હાથ ધરાવાના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસકર્મીઓને ટિકટોકનો વાયરો

ABOUT THE AUTHOR

...view details