રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચિભડા ગામે ગઈકાલે બપોરના સમયે ચાર વર્ષની બાળા ફળિયામાં રમી રહી હતી. જેની એકલતાનો લાભ લઈને નજીકમાં જ રહેતા લાલજી હીરા ખીમસૂરીયાએ બાળાને રૂમમાં પુરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલાની જાણ બાળકીના માતાપિતાને થતા ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજકોટમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આધેડને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો
રાજકોટઃ જિલ્લાના ચિભડા ગામમાં ચાર વર્ષની માસૂમ બાળા સાથે 43 વર્ષના આધેડ દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી. જે મામલે પોલીસ ફરિયાદ થતા આરોપીને રાજકોટ ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો હતો.
Rajkot
નાના એવા ચિભડા ગામમાં ચાર વર્ષની બાળકી સત્યે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આરોપીને શોધવાની તજવીજ હાથધરી હતી. અને અલગ અલગ ટિમો બનાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, ઈસમ ગામની સીમમાં આવેલ ખેતરના ઉભા પાકમાં છુપાયેલો છે. જેને લઈને પોલીસે ખેતરને કોર્ડન કરીને દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો હતો.