ઉપલેટામાં પોલીસે દેશી દારૂ સાથે એક શખ્સની કરી ધરપકડ - ઉપલેટામાં દેશી દારૂ
રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચનાથી પ્રોહી જુગાર બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે, પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મળતી માહિતી મુજબ પોલીસે દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
ઉપલેટામાં દેશી દારૂ સાથે એક શખ્સની પોલીસે કરી ધરપકડ
પોલીસ દ્વારા એ.એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનના વી.એમ.લગારીયા, દેવાયતભાઇ કળોતરા, હમીરભાઇ લુણાશિયા, નિલેશભાઈ ચાવડા, સહિતના અધિકારીઓએ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, ઉપલેટા સ્મશાન રોડ ધરારના ડેલા પાસે એક ઓરડીમાં એક ઈસમ દેશી દારૂ રૂપિયા ૬૦૦૦ના મુદ્દામાલ સાથે યાસીન ઉર્ફે ઝેરી ગફારભાઈ શેખ પાસેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.