સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તમામ પક્ષો પોત પોતાના પક્ષમાં પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. જેના ભાગરૂપે આગામી 31 માર્ચના રોજ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં "મે ભી ચોકીદાર" કેમ્પિંનની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત PM મોદી દેશના કેટલાક શહેરોના લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમને લઇ શહેર ભાજપ દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 31 માર્ચે રાજકોટવાસીઓને વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન કરશે - gujarat news
રાજકોટઃ સમગ્ર દેશમાં આગામી 31 માર્ચના રોજ ભાજપ દ્વારા "મે ભી ચોકીદાર" ઝુંબેશની શરુઆત કરશે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આ ઝુંબેશના ભાગ રૂપે દેશના અલગ-અલગ શહેરના લોકોને સંબોધન કરશે. જેને લઈને PM મોદી રાજકોટવાસીઓને પણ વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન કરશે. આ અંગે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી.
સ્પોટ ફોટો