ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં પીએમ મોદીની જાહેર સભા, રાજકોટ ભાજપની કેવી છે તૈયારીઓ જૂઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના ધોરાજી ખાતે સભા સંબોધન ( PM Modi Public Meeting in Dhoraji ) યોજાયું છે. ત્યારે તેમની જાહેર સભાની તૈયારીઓ માટે રાજકોટ ભાજપ ( Rajkot BJP )દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તકે જિલ્લા ભાજપના આગેવાનો સાથે મહત્ત્વની વાતચીત કરવામાં આવી હતી.

ધોરાજીમાં પીએમ મોદીની જાહેર સભા, રાજકોટ ભાજપની કેવી છે તૈયારીઓ જૂઓ
ધોરાજીમાં પીએમ મોદીની જાહેર સભા, રાજકોટ ભાજપની કેવી છે તૈયારીઓ જૂઓ

By

Published : Nov 19, 2022, 5:26 PM IST

રાજકોટધોરાજીના નેશનલ હાઈવે પર આવેલ અતુલ ગ્રાઉન્ડ ( Dhoraji Atul Ground )ખાતે 20 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ( PM Modi Public Meeting in Dhoraji )સંબોધશે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમને લઈને રાજકોટ ભાજપ ( Rajkot BJP ) દ્વારા સભાસ્થળે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જિલ્લા ભાજપના આગેવાનો સાથે મહત્ત્વની વાતચીત

લાખોની મેદનીનો અંદાજધોરાજી ખાતે યોજાનાર આ સભા ( PM Modi Public Meeting in Dhoraji )ની અંદર લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી પણ વિગતો સામે આવી છે. ત્યારેઆ કાર્યક્રમને લઈને ભાજપના આગેવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધોરાજી ખાતે યોજાઈ રહેલ આ સભાની અંદર પાંચ જેટલી વિધાનસભાના લોકો ઉમટી પડશે તેવું પણ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું.

યુવાનોના રોલ મોડેલઆ સાથે જ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ( Gujarat Pradesh Youth BJP President Prashant Korat )પણ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોના રોલ મોડેલ છે અને યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો રોલ મોડલ માની આ કાર્યક્રમ ( PM Modi Public Meeting in Dhoraji )ની અંદર ઉપસ્થિત રહેશે અને લાખોની સંખ્યામાં લોકો પણ ઉમટી પડશે.

20 તારીખે છે જાહેર સભાગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માં ભાજપ તરફથી પીએમ મોદીની જાહર સભાની તૈયારીઓ ચાલી રહી છે. 20 તારીખે રાજકોટના ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને ( PM Modi Public Meeting in Dhoraji ) સંબોધવાના છે. ત્યારે આ સભાની અંદર ધોરાજી, જેતપુર, ગોંડલ, કુતિયાણા અને પોરબંદર સહિતની પાંચ જેટલી વિધાનસભાના કાર્યકરો આગેવાનો તેમજ સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું પણ રાજકોટ ભાજપના ( Rajkot BJP ) મનસુખ ખાચરિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details