ગુજરાત

gujarat

ETV Bharat / state

Jetpur Suicide Case: જેતપુરમાં PGVCLના કર્મીના આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો, સ્યૂસાઇડ નોટમાં આ કારણ લખ્યું

જેતપુરમાં PGVCLના કર્મીએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. પોલીસને પહેલા વ્યાજખોરોના કારણે આપઘાત કરી લીધો હોય તેવું લાગ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા ખબર પડી કે વ્યાજખોરોના કારણે નહીં પરંતુ હનીટ્રેપમાં ફસાવવાના કારણે આપઘાત કરી લીધો છે.

જેતપુરમાં PGVCLના કર્મીના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: સ્યૂસાઇડ નોટ મળી હતી
જેતપુરમાં PGVCLના કર્મીના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: સ્યૂસાઇડ નોટ મળી હતી

By

Published : Feb 9, 2023, 4:01 PM IST

રાજકોટ:જેતપુરમાં PGVCLના કર્મચારીએ આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વીજ કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસે વધુ તપાસ કરતા ખબર પડી કે વ્યાજખોરોના કારણે નહીં પરંતુ હનીટ્રેપમાં ફસાવવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

જેતપુરમાં PGVCLના કર્મીના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: સ્યૂસાઇડ નોટ મળી હતી

મામલો હની ટ્રેપનો:જેતપુરમાં હર્ષદ વણઝારા નામના વીજ કર્મી તરીકે નોકરી કરતા યુવાને જેતપુરમાં તેમના મોટાભાઈના ઘરે આપઘાત કરી લીધો હતો. કેસમાં પ્રથમ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાની હકીકત સામે આવી હતી. બાદમાં યુવાનના મોટાભાઈએ ફરિયાદ નોંધાવતા મામલો હની ટ્રેપનો હોવાનું ખુલ્યું છે. આપઘાત બાદ સ્યુસાઇડ નોટ મળતા તેમાં જાણવા મળેલ કે હેરાન કરનાર લોકો આ અપરણિત યુવાન પાસેથી લાખો રુપિયા ખંખેરી લીધા હતા. સ્યુસાઇડ નોટમાં 25 લાખ આપી દીધાનું લખાણ છે જે બાબતની ફરિયાદ પરથી દંપતી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Rajkot News: શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યું, ગણીત સમજાવવા કર્યું આવું

કંટાળી આપઘાત:જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલ સ્વામીનારાયણ નગરમાં રહેતા અને વાંકાનેર નોકરી કરતા હર્ષદ જયંતીલાલ વણજારાએ પોતાના મોટાભાઈના ઘરે આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં જેતપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતાં યુવાન પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેથી વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યા હોવાનું જાણવા મળેલ હતું. જેતપુર પોલીસે જેતપુર જેટકોમાં ફરજ બજાવતા હરેશ જયંતીભાઈ વણજારાની ફરિયાદ પરથી જેતપુર રહેતા સોનલ રાજુ પરમાર, રાજુ હરીભાઈ પરમાર અને વંથલીના ધણફુલીયા ગામે રહેતાં તેના બનેવી શાંતિલાલના નામ આપ્યા હતા.

આ પણ વાંચો Rajkot Crime : રેસ્ટોરન્ટ સંચાલક પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

હનીટ્રેપમાં ફસાવી:આ ઘટના પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલા હર્ષદે રાજુ પરમાર અને સોનલ પરમાર પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે 4 લાખ પડાવી લીધા બાદમાં જાણવા મળેલ કે હર્ષદને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઈલ કરી 25 લાખ જેટલી માતબાર રકમ કટકે-કટકે પડાવી લીધી હતી. વધુ રકમની માંગણી કરી ધમકી આપતા હોવાથી જેનાથી કંટાળી જઈ આ પગલ ભરી લીધું હોવાનું જણાવ્યું છે.

ધરપકડ કરી:જેતપુર પોલીસે ત્રણેય શખ્સોની વિરૂધ્‍ધ આઇપીસી 306, 384, 114 મુજબ ગુન્‍હો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે ઉપરાંત મૃતકનો મોબાઈલ ફોન પણ તપાસ અર્થે કબ્જે લેવાયો છે. ફોનમાંથી કોલ ડિટેઇલ્સ કાઢવામાં આવશે અને મોબાઈલ ફોનમાંથી ફોટો વીડિયો કે રેકોર્ડિંગ એવી કોઈ વસ્તુ છે કે નહીં તે તપાસ થશે. આરોપીઓ કઈ રીતે બ્લેક મેઈલ કરતા હતા અને આ રીતે કઢાવેલા રૂપિયા ક્યાં રાખ્યા છે કે પછી તેનું શું કર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details