રાજકોટઃ ધમણ 1 વેન્ટીલેટરના વિવાદ બાદ પરાક્રમ સિંહએ જણાવ્યું હતું કે, અમે એક અઠવાડિયામાં જ ધમણ 3નું લોન્ચિંગ કરવાના છીએ. જેમાં અમે તમામ ફંક્શન સાથેનું મશીન લોન્ચ કરશું. હાલ વિદેશમાંથી મશીન બનાવવા માટે જે નાના પાર્ટ્સ જોઈએ તે, નથી મળી રહ્યા જેના કારણે થોડી મુશ્કેલીઓ સર્જાઈ હતી.
ધમણ-3ના ટેસ્ટિંગ માટે જ્યોતિ CNCના માલિક દિલ્હી પહોંચ્યા
ધમણ 1 વેન્ટીલેટર મામલે અમદાવાદ સિવિલ સર્જન દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ધમણ વેન્ટિલેટર કોવિડ 19 દર્દીઓની સારવાર માટે જોઈએ એટલું ઉપયોગી નથી. ત્યારે, જ્યોતિ CNC કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજા દિલ્હી ખાતે ધમણ 3 વેન્ટિલેટરનું ટેસ્ટિંગ કરાવવા માટે પહોંચ્યા હતા.
ધમણ 3ના ટેસ્ટિંગ માટે જ્યોતિ CNCના માલિક દિલ્હી પહોંચ્યા
રાજકોટની જ્યોતિ CNC કંપની દ્વારા તાજેતરમાં જ ધમણ 1 નામનું વેલન્ટીલેટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેલન્ટીલેટર માત્ર કોવિડ 19ના દર્દીઓ માટે જ ઉપયોગી હોવાના કારણે એમા માત્ર જરૂરીય મુજબના ફંક્શન સાથે બનાવવામાં આવ્યું હતું. જો કે આ બધાની વચ્ચે આજે જ્યોતિ CNC કંપનીના મલિક પરાક્રમસિંહ જાડેજા દિલ્હી ખાતે ધમણ 3 વેન્ટિલેટરનું ટેસ્ટિંગ કરાવવા માટે પહોંચ્યા છે. ઇટીવી ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમને આ અંગેની વાતને પુષ્ટિ આપી હતી.