રાજકોટમાં તસ્કરો 10 લાખની રોકડ લઇ ફરાર, ઘટના CCTVમાં કેદ
રાજકોટઃ શહેરમાં તસ્કરીની વધુ એક ઘટના સામે આવી છે. ભુપેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા નામની દુકાનમાં તસ્કરી થઈ છે. જેની ફરિયાદ A ડિવિઝનમાં નોંઘાઈ છે. આ ચોરીની ઘટનાના CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ
શહેરમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે ભુપેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા નામની દુકાનમાંથી અજાણ્યાં વ્યક્તિઓએ પ્રવેશ કરીને અંદાજિત રૂપિયા 10 લાખની ઉઠાંતરી કરી હતી. જેની પોલીસ ફરિયાદ સ્થાનિકો પોલીસ મથકમાં નોંધાવામાં આવી છે. જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં CCTV કેમેરા કેદ ફૂટેજ મહત્વની કડી સાબિત થઈ છે.