રાજકોટઃ જિલ્લામાં થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ PI હિતેશ ગઢવી સહિત તેમના પરિજનોના 9 જેટલા સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ PI સહિતના 9 પરિજનોએ કોરોનાને આપી માત
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ PI સહિતના તેમના પરિજનોના 9 જેટલા સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તમામ પરિજનોની સારવાર એક સાથે થઈ રહી હતી. તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને એક સાથે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જેને લઈને તમામ પરિજનોની સારવાર એક સાથે થઈ રહી હતી, ત્યારે ગુરૂવારના રોજ તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને એક સાથે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચની વર્તમાન ટીમ દ્વારા ફટાકડા ફોડીને અને હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગળે લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સત્તત કોરોનાના પોઝિટિવ કેસ વચ્ચે પણ પોલીસ કર્મીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ કર્મીઓમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો હતો.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ PI સહિતના 9 પરિજનોએ કોરોનાને માત આપી છે.