માતાએ ફોનમાં વાત કરવા અંગે ઠપકો આપતા યુવતીએ કરી આત્મહત્યા
રાજકોટઃ કાલાવડ રોડ નજીક આવેલા સેલેનિયમ સ્કવેર એપાર્ટમેન્ટના નવમાં માળ પરથી એક યુવતીએ કૂદીને આત્મહત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવતીના છૂટાછેડા બાદ પોતાના માત-પિતા સાથે રહેતી હતી. યુવતીને તેની માતા દ્વારા અવાર-નવાર ફોનમાં વાત નહીં કરવા અંગેનો ઠપકો આપવામાં આવતા આત્મહત્યા કરી છે.
સ્પોટ ફોટો
માતાએ યુવતીને ઠપકો આપતા યુવતીને મંગળવારે અચાનક તેના એપાર્ટમેન્ટના નવમા માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવતી દ્વારા કરવામાં આવેલ આપઘાતના ઓગળે પોલીસ પણ એપાર્ટમેન્ટ ખાતે દોડી આવી અને વધુ તપાસ હાથધરી છે.