- રાજકોટમાંથી મળ્યો દારૂ
- પોલીસે બાતમીના આધારે પાડી હતી રેડ
- 1 લાખથી વધુનો મળ્યો દારૂ
રાજકોટઃ દિવાળી તહેવાર દરમિયાન રાજકોટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની પણ ધરપકડ કરી છે. હાલ દિવાળીના તહેવાર દરમિયાન આ વિદેશી દારૂ રાજકોટમાં કેવી રીતે આવ્યો તેમજ ક્યાંથી આવ્યો આ તમામ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
1 લાખથી વધુનો દારૂ ઝડપાયો રૂપિયા 1,75,995ની કિંમતનો વિવિધ કંપનીનો વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ કંપનીની વિદેશી દારૂની કુલ 297 જેટલી બોટલો ઘટના સ્થળેથી જપ્ત કરી છે. જેની અંદાજે રૂપિયા 1,75,995 કિંમત આંકવામાં આવે છે. આ વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે યોગેશ ઉર્ફ કાળુ લાલજી તુંગરિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
1 લાખથી વધુનો દારૂ ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ પાડી
મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચના જવાનો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે રાજકોટના યશ એન્ટરપ્રાઈઝ નામના કારખાનની પાસે આવેલ ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે.