ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

સમગ્ર વિશ્વમાં સત્તત કેસ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના ગ્રામિય વિસ્તારોમાં પણ સત્તત કેસ વધી રહ્યાં છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

By

Published : May 30, 2020, 12:21 AM IST

રાજકોટ: ગોંડલના ગામડા બાદ જેતપુર તાલુકાના રેસમડી ગાલોળ ગામે 38 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, ત્યાર બાદ જામકંડોરણાના રાયડી ગામે સુરતથી આવેલી એક યુવકનો થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.

આ યુવતીના સંપર્કમાં આવેલા તેમના પિતા ધોરાજીમાં જેતપુર રોડ ખાતે રહે છે, તેમના સંપર્કમાં આવેલા 16 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે . ઉપલેટાના પાનેલી ગામમાં 30 વર્ષના યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

યુવતીના ફેફસામાં છરીના ઘા વાગતા ઓપરેશન માટે અમદાવાદ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના કુટુંબના 5 અને અન્ય 3થી 4 લોકોને કોરોન્ટાઈન કરાયા છે. જસદણના વિરનગર ગામે 55 વર્ષના વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેવો અમદાવાદથી ત્રણ દિવસ પહેલા વિરનગર આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details