ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી

રાજકોટ: ધોરાજી-ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાએ મકરસંક્રાંતિ નિમિત્તે લોકોને શુભકામના પાઠવી હતી અને પરિવારજનો સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો.

By

Published : Jan 14, 2020, 5:26 PM IST

ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી
ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી

મકરસંક્રાંતિ એટલે આનંદ ઉલ્લાસનો પર્વ. મકરસંક્રાંતિનું બીજું નામ એટલે ઉત્તરાયણ...એટલે કે પતંગનું પર્વ આ તકે સૌ પોતાના પતંગો આકાશમાં ચઢાવે છે. સાથે સાથે કોઈના પતંગ કાપવામાં વધારે મજા છે. ત્યારે ધોરાજી - ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા આ તકે બહુ સરસ સંદેશો પાઠવ્યો છે.

ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી

તેઓ કહે છે કે, દેશના ઉત્થાન માટે કોઈની કાપવી એ કરતા કોઈને ઉડાડી એમાં આનંદ અનેરો હોય છે. તેમજ કોઈ ખેડૂત કે કોઈ વ્યક્તિને નબળો સાબિત કરવા કરતાં એનો હાથ ઝાલીને આગળ કરવો એ પણ એક સેવાનું અન્ય કાર્ય છે અને બધાં એકબીજાનાં પેચ કાપવાની જગ્યાએ લોકોની તકલીફ દૂર કરી એ અને વિકાસમાં બધા સાથે સહભાગી બનીએ અને લલિત વસોયાએ બધાને મકરસંક્રાંતિ નિમિત્તે શુભકામના પાઠવી હતી. પરીવારજનો, બાળકો સાથે તેમજ મિત્રો વડીલો સાથે પોતાના ઢાબા પર ચડી ન DJ સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details