વાઈરલ ક્લિપ મુદ્દે રૈયાણીએ કહ્યું- આ જૂની ક્લિપ છે, જે બાદ ભાજપ મને કોર્પોરેટર અને MLA બનાવ્યો
રાજકોટ: ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ફરી વિવાદમાં સપડાયા છે. હાલ રાજકોટ સહિતના સોશિયલ મીડીયામાં અરવિંદ રૈયાણીનો ઓડિયો ક્લિપ વાઈરલ થયો છે. જેમાં તેઓ ભાજપ પક્ષને જ બેફામ ગાળો ભાંડતા હોય તેવું સ્પષ્ટ સંભળાઇ રહ્યું છે. જો કે, તેઓ અન્ય કોઇ વ્યક્તિ સાથે વાતચીતમાં જણાવતા હતા કે, તેમને ભાજપના રહેવું નથી. સમગ્ર મામલે અરવિંદ રૈયાણીને પૂછવામાં આવતા તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, મારા હિતશત્રુ દ્વારા આ પ્રકારના વીડિયો ઓડિયો વાઇરલ કરવામાં આવી છે. તેમજ આ ઓડિયો 10 વર્ષ કરતા પણ વધુ જુનો છે.
ધારાસભ્ય અરવિંદ રૈયાણી
રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયોક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. જેમાં તે ભાજપ વિશે ગાળો બોલી રહ્યા છે. વિવાદમાં રહેલા ધારાસભ્યનો ઓડિયોક્લીપ વાયરલ થયો છે.પરંતુ આ મુદ્દે અરવિંદ રૈયાણીએ મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે, ભાઇ આ ક્લીપ તો જૂની છે.