ગુજરાત

gujarat

ETV Bharat / state

Mineral theft in Dhoraji: ધોરાજીમાં ખનીજ ચોરીમાં પકડેલા ટ્રક અધિકારીની નકલી સહી કરી વાહન છોડાવી ગયા

રાજકોટના ધોરાજીમાં ખનીજ ચોરીના ટ્રકને(Mineral theft in Dhoraji) છોડાવવા માટે ચોરોએ નકલી હુકમ બનાવવા જેવી છેતરપિંડી આચરી છે. ચોરી કરેલા ખનીજના ટ્રક છોડાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીના નકલી સહી-સિક્કા કરી ધોરાજી પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. હાલ સમગ્ર મામલે તપાસના ધમધમાટ (Dhoraji Police Station)શરૂ કરવામાં આવ્યા છે.

Mineral theft in Dhoraji: ધોરાજીમાં ખનીજ ચોરીમાં પકડેલા ટ્રક અધિકારીની નકલી સહી કરી વાહન છોડાવી ગયા
Mineral theft in Dhoraji: ધોરાજીમાં ખનીજ ચોરીમાં પકડેલા ટ્રક અધિકારીની નકલી સહી કરી વાહન છોડાવી ગયા

By

Published : Apr 20, 2022, 1:31 PM IST

રાજકોટ: જિલ્લાના ધોરાજી પોલીસ કબજામાં (Dhoraji Police Station)રહેલા ખનીજ ચોરીના ટ્રકને છોડાવવા માટે એક નવું જ કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ખનીજ ચોરોએ ચોરી ઉપરાંત નકલી હુકમ બનાવવા જેવી છેતરપિંડી આચરી હોવાનો ધોરાજીમાંથી એક કિસ્સો બહાર(Mineral theft in Dhoraji )આવ્યો છે. જેમાં ચોરી કરેલા ખનીજના ટ્રક છોડાવવા માટેભૂસ્તરશાસ્ત્રીના નકલી સહી-સિક્કા કરી ધોરાજી પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃOpposition to the MP speech: સાંસદ દ્વારા જાહેરમાં અપશબ્દ બોલવા મુદ્દે મહેસૂલકર્મીઓ રોષમાં, આંદોલનની ચીમકી આપી

દંડ ન ભરતા પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરાયો -પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમય પહેલા ધોરાજી-ઉપલેટા રોડ પરથી 24 ફેબ્રુઆરીના રોજ બે ટ્રક પકડવામાં આવી હતી જેમાં એક ટ્રક વિજય નાનજી બોરીચા અને બીજી ટ્રક દિનેશ થોભણ બાંભવાની હોવાનું સામે આવ્યું હતું. આ બંને ટ્રકને પકડીને ધોરાજી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા (Rajkot Department of Mines and Minerals)અને બાદમાં અનુક્રમે 5 માર્ચે 101384 અને 31 માર્ચ 96388 રૂપિયાના દંડનો હુકમ પણ કર્યો હતો. આ સમય બાદખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એચ. વાઢેરે રિવ્યૂ બેઠક બોલાવી હતી અને જેટલામાં દંડનો હુકમ કરાયા( Mineral theft)છતાં ભરપાઈ ન થઈ હોય તેવા કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો.

છેતરપિંડીની ફરિયાદ નોંધાવી -આ બાબતો પૈકીની ધોરાજીમાં રાખવામાં આવેલ બન્ને ટ્રકમાં ફરિયાદ કરવા માટે ધોરાજી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા આ બન્ને ટ્રક કચેરીના હુકમના આધારે છોડાવી ગયાનો જવાબ મળ્યો હતો. જેથી ભૂસ્તરશાસ્ત્રીએ મુક્તિ હુકમ મગાવ્યા હતા જે 25 અને 28 ફેબ્રુઆરીના હતા એટલે કે ટ્રક પકડી ગયા બાદ તુરંત જ દંડની કાર્યવાહી અને ભરપાઈ ઉપરાંત મુક્તિ હુકમ બની ગયો હતો. આ સમગ્ર બાબતે વધુ વિગતો જાણતા તેમણે સહી જોતા પોતાની નહિ હોવાનું અને નકલી સહી હોવાનું સ્પષ્ટ જણાયું હતું તેથી હુકમના જાવક નંબરની તેઓએ ખરાઈ કરાતા તે પણ ખોટા નીકળતા સમગ્ર બાબતે પોલીસ ઈન્સ્પેક્ટરને જાણ કરી હતી અને તાત્કાલિક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃરાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 રેડ કરી 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ

ખોટા સરકારી દસ્તાવેજ ઊભા કર્યા -આ સમગ્ર બાબતે રાજકોટ ખાણ ખનીજ વિભાગના સુપરવાઈઝર હિતેશ સોલંકીએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં પોલીસે ભાવેશ રાજા રાઠોડ, વિજય નાનજી બોરીચા, નીતિન નાનજી બોરીચા, અલ્પેશ માધા બુટાણી, દિનેશ થોભણ બાંભવાની સામે છેતરપિંડી તેમજ ખોટા સરકારી દસ્તાવેજ ઊભા કરવા અને કાવતરું રચવા ઉપરાંત માઈન્સ એન્ડ મિનરલ એક્ટ મુજબનો ગુનો દાખલ કરાયો છે.

ખોટા દસ્તાવેજોના આધારે ટ્રક છોડાવ્યા -આ દસ્તાવેજો કઈ રીતે ઊભા કરાયા તેમજ કોણ કોણ સમગ્ર બાબતમાં સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરાઈ છે. વધુમાં ધોરાજી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા આ બન્ને ટ્રક કચેરીના ભૂસ્તરશાસ્ત્રીની નકલી સહીના હુકમના આધારે છોડાવી ગયાનો જવાબ મળ્યો હતો. જો કે હાલ પોલીસે સમગ્ર બાબતે ત્રણ જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને ઊંડાણપૂર્વ તપાસ અને પુછતાછના દોર શરૂ કર્યા છે જયારે અન્ય લોકોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details