સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવનાર વાયુ વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લા ચાર તાલુકામાં થવાની છે. જેને લઈને રાજ્ય સરકારમાં ઉર્જાપ્રધાન ત્રણ દિવસ રાજકોટમાં રોકાયા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર થવાની ભીતિને પગલે રાજકોટ મહાનગરપાલિકાની ટિમ એલર્ટ થઈ છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કુલ 7900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમને અલગ અલગ શાળાઓમાં રાખવામાં આવ્યા છે.
‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજકોટના 7900 લોકોનું કરાયું સ્થળાંતરણ
રાજકોટઃ ‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજકોટમાં મનપા દ્વારા ઉચ્ચ અધિકારીઓની કુલ 18 ટીમો કાર્યરત કરવામાં આવી છે. જે સતત ફિલ્ડમાં ફરી રહીને મોનિટરીંગ કરી રહી છે. બીજી તરફ રાજકોટમાં 7900 જેટલા અલગ-અલગ વિસ્તારના લોકોને સલામતી સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે . તેમજ તેમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
rjt
રાજકોટની વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા શહેરની જ્યુબિલિ બાગ ખાતે કંન્ટ્રોલ રૂમ ઉભું કરવામાં આવ્યું છે જેના દવારા સત્તત મોનીટરીંગ કરવા આવી રહ્યું છે. મનપા દ્વારા શહેરમાં લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ અને ભયજનક વૃક્ષો પણ દૂર કરવામાં આવ્યા છે.