રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના મહિલા સદસ્ય પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસીયાએ ભ્રષ્ટાચારને લઈને રાજીનામું આપ્યું રાજીનામું આપ્યું છે.
ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સદસ્યનું રાજીનામું - રાજકોટમાં ભ્રષ્ટાચાર
ગોંડલ ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાતે ભાજપના મહિલા સભ્યએ રાજીનામુ આપ્યું છે.
Rajkot News
આ રાજીનામું પહેલા મહિલા સભ્યે મોવડી મંડળથી લઈને સાંસદ સુધીના લોકોને રજૂઆતો કરી હતી. મહિલા સદસ્યએ મંડળીમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર સાથે અમૂક સદસ્યોને રૂપિયા 10થી 15 હજારના હપ્તા આપવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. ભ્રષ્ટાચાર સામે સાંસદ પણ કંઈ ન કરી શક્યા હોવાથી ગોંડલ રાજકારણમાં અંતે ભાજપનો જૂથવાદ બહાર આવતા ચકચાર મચી છે.