પાસના સંયોજક હાર્દિક પટેલે તાજેતરમાં જ ખોડલધામના સંસ્થાના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જે બાદ પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ પણ રાજકોટમાં નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જો કે, આ સમગ્ર બેઠક અંગે કાંઈ બહાર આવ્યું નહોતું, પરંતુ હાલ પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ રાજકોટમાં આવેલ ખોડલધામ સંસ્થાના અગ્રણીઓ સાથે પાસ કન્વીનર અલ્પેશની જેલ મુક્તિ માટે એક બેઠકનું આયોજન કર્યું છે.
અલ્પેશ કથીરીયાની જેલ મુક્તિ માટે સામાજિક સંસ્થાના આગેવાનો સાથે બેઠક - hardik patel
રાજકોટઃ પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા હાલ જેલમાં બંધ છે. જેને જેલ મુક્તિ માટે પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણીયા દ્વારા ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યભરના પાસના કન્વીનરો અને પાસના સંયોજક હાર્દિક પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ફાઈલ ફોટો
આ બેઠક આગામી 1 મે એ સરદાર ભવન ખાતે યોજાનાર છે. જેમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સહિતના રાજ્યભરના પાસ કન્વીનરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી સાથે બેઠક યોજાયા બાદ ઉમિયાધામ ટ્રસ્ટના અગ્રણીઓ સાથે પણ બેઠક યોજી અલ્પેશ કથીરીયાની જેલ મુક્તિ અંગેની રણનીતિ ઘડવામાં આવશે.