છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનાવવામાં આવેલા અલ્પેશ કથીરિયા જેલમાં બંધ છે. જેને લઈને રાજ્યભરના પાટીદારોએ એકતાનો સુર પુરીને અલ્પેશને જેલમાંથી મુક્ત કરાવવા માટે આજે એક બેઠક યોજી હતી. રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે યોજાયેલી બેઠકમાં નરેશ પટેલ, હાર્દિક પટેલ સહિત રાજ્યભરના પાસના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.
અલ્પેશની મુક્તિ માટે રાજકોટમાં યોજાઈ બેઠક, પાટીદાર દિગ્ગજો રહ્યા ઉપસ્થિત
રાજકોટઃ શહેરના સરદાર પટેલ ભવન ખાતે આજે પાસ નેતા અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટીદારોના આસ્થાનું પ્રતિક એવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પૂર્વ પાસ કન્વીનર અને હાલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથે રાજ્યભરના પાસ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં અલ્પેશની કેવી રીતે જેલમુક્તિ થશે તે અંગે સરકારને વાતચીત કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી.
rjt
બેઠક બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ પણ અલ્પેશને જેલમાંથી મુક્ત કરાવવામાં હું લીડ રોલમાં હતો. આજે ફરી આ બેઠક બાદ પણ જો સમાજના યુવાન માટે મારે ગમે તેને મળવું પડે હું તેમને મળીને અલ્પેશની જેલમુક્તિ માટે બને તેટલા પ્રયાસો કરીશ. હવે આગામી દિવસોમાં ઉમિયાધામના પણ આગેવાનો સાથે આ મુદ્દે બેઠક યોજવામાં આવશે.