ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની સેલ્સ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ધોરાજીમાં માસ્ક વિતરણ - corona news of dhoraji

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજીના પ્રમુખ રાજુભાઇ બાલધાના પ્રયાસોથી અમદાવાદની માસ્ક બનાવતી સેલ્સ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર આશિષ કોટડીયા તથા સુમિત ગરાલા દ્વારા 5000 નંગ ત્રણ લેયર માસ્કનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

rajkot news
rajkot news

By

Published : Sep 28, 2020, 12:51 PM IST

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં જરૂરિયાતમંદ તથા કોરોના વોરિયર્સને વિનામૂલ્યે માસ્ક આપવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી, લાયન્સ ક્લબ ધોરાજી તથા અન્ય સંસ્થાઓ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ધોરાજી વિસ્તારમાં, સરકારી હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશનમાં કોરોના વોરિયર્સની ફરજ બજાવતા કર્મચારીઓને માસ્ક આપવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ. જયેશ વસેટિયા, ડૉ. રાજ બેરા તથા હોસ્પિટલના કર્મચારીઓને પણ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં રાજુભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, દિનેશભાઈ ઠુંમર, જનકભાઈ હિરપરા, ધીરેનભાઈ વૈષ્ણવ, પ્રફુલભાઈ સમીરભાઈ, ભાસ્કરભાઈ, યસભાઈ અને સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા માસ્ક વિતરણની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details