વીરપુર જલારામ ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત જ્ઞાતીનું યુવા શક્તિ સંગઠનના સૌરષ્ટ્રભરના કાર્યકરોની એક બેઠક યોજાઇ હતી. જેમાં રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ લોકસભાની બેઠક પર ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના મતદારો મોટી સંખ્યામાં છે. આ લોકસભા મતક્ષેત્રમાં આ જ્ઞાતી જેની સાથે રહે તે પાર્ટીને જીતાડી શકે અને હરાવી પણ શકે છે.
લોકસભા ચૂંટણી અંંતર્ગત રાજપૂત સમાજની યોજાઇ બેઠક
રાજકોટઃ ક્ષત્રિય ખાંટ રાજપૂત જ્ઞાતીના યુવા શક્તિ સંગઠનના કાર્યકરોની લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લાના વીરપુર ખાતે એક બેઠક મળી હતી. જેમાં કાર્યકરોએ જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ લોકસભા બેઠકમાંથી ક્ષત્રિય ખાંટ રાજપૂત જ્ઞાતીનું મોટું મતદાન હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઉપેક્ષા કરતા હોવાથી જે કોઈ પક્ષ અમારી જ્ઞાતીનું શિક્ષણ તેમજ રાજકીય ક્ષેત્રે ભલું ઈચ્છશે તેની સાથે રહેવાની જાહેરાત કરી હતી.
આ બેઠકમાં તેમનું કહેવું છે કે, બંને રાષ્ટ્રિય પક્ષો દ્વારા આજસુધી અમારી જ્ઞાતીનો મત લેવા માટે જ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારી જ્ઞાતીના આગેવાનોને તાલુકા સુધી જ સીમિત રાખવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ કે પ્રદેશ કક્ષાએ ક્યારેય સતાનો કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી અને શિક્ષણક્ષેત્ર જ્ઞાતીને ક્યારેય કોઈ પક્ષે પ્રોત્સાહન આપ્યું નથી. જેથી જે કોઈ પક્ષ અમારી જ્ઞાતી માટે સારી એવી હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચીંગ ક્લાસ તેમજ રોજગાર ક્ષેત્રે લક્ષ્ય રાખશે અને આ બાબતે અમને આપેલા વાયદા નિભાવવાની બાંહેધરી આપશે તે ઉમેદવાર કે રાજકીય પક્ષ તરફે મતદાન કરશું તેવો સંકલ્પ કર્યો હતો.