રાજકોટઃ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માર્ચ એપ્રિલ મહિનામાં લગભગ રવીપાક સંપૂર્ણ તૈયાર થઈ જાય છે અને બજારમાં આવવા માંડે છે. પરંતુ લોકડાઉનની અસરને પગલે ખેતરમાં રહેલ મજૂરો પણ પોતાના વતનમાં ફરી જતા રહ્યા છે, જ્યારે રાજકોટ જિલ્લામાં હજુ પણ 30થી 35 ટકા ખેડૂતોનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. પરંતુ બજારો બંધ હોવાથી ટ્રાન્સપોર્ટ બંધ છે તો ખેડૂતો પોતાનો માલ કેવી રીતે યાર્ડ સુધી લઈને આવે, જ્યારે હાલ સૌરાષ્ટ્રના મોટભાગના યાર્ડ પણ આવી પરિસ્થિતિમાં બંધ રાખવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ સારો થયો હીવના કારણે રવીપાક મબલખ થયો છે, પરંતુ કુદરતી આફત સામે ફરી એકવાર ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાયા છે, અગાઉ પણ માવઠું થયું હતું ત્યારે રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડુતોની મગફળી કપાસ જેવા પાક સંપૂર્ણ નાશ પામ્યા હતા, જ્યારે હાલ પણ પાક તૈયાર છે. પરંતુ બજારો બંધ હોવાના કારણે ખેડૂતોના પાક બજારમાં પડ્યા-પડ્યા સડી જવાની ભીતિ સર્જાઈ રહી છે.