ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાંથી LCBએ 7.53 લાખના મુદામાલ સાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા

ગોંડલ ગુંદાસરા ગામની સીમમાંથી 9 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. આ દરોડામાં પોલીસે રોકડ રકમ રૂ. 1,27,500/- સહિત અંદાજીત 7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

gondal
ગોંડલ

By

Published : Jun 29, 2020, 11:27 AM IST

રાજકોટ : એલસીબી પીઆઇ એમ.એન.રાણાની ટીમ સહિતના પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બ્રિજરાજસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ધીરજલાલ ઘુસાભાઈ હિરપરા ચેમ્પિયન ફાર્મ નામના ફાર્મ હાઉસના મકાનમાં પ્રતિક પ્રકાશભાઈ ઉપાધ્યાય તથા વિપુલભાઇ જમનભાઇ મારફતે બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે પૈસા ઉઘરાવી જુગાર રમાડી અખાડો ચલાવતા હતા. જુગાર રમતા 9 ઇસમોને પોલીસે રોકડ રકમ રૂ.1 ,27,500/- સહિત કુલ મુદામાલ રૂ. 7,53,000/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

  • ગોંડલમાંથી 7.53 લાખના મુદામાલ સાથે 9 જુગારીની ધરપકડ
  • ચેમ્પિયન ફાર્મ નામના ફાર્મ હાઉસમાં રમતા હતા જુગાર
  • LCB એ કુલ મુદામાલ રૂ. 7,53,00/- જપ્ત કર્યો

આ પકડાયેલા આરોપી ધિરજલાલ ઘુસાભાઈ હિરપરા, પ્રતિક પ્રકાશભાઈ ઉપાધ્યાય, વિપુલભાઇ જમનભાઇ વાજાર, શબીરભાઇ ગુલામહુશેનભાઇ ભટ્ટ, હિતેશભાઇ રાણાભાઇ ડાંગર, રવિન્દ્રભાઈ વિરજીભાઈ ચાવડા, આશીતભાઈ હબીબભાઇ ઉર્ફે રાજુભાઈ દીવાના કુરેશી, નીલેશભાઇ મનુભાઇ ધાંધા, અતુલભાઇ રસીકભાઇ વાજાર ઝડપાયા હતા.

ABOUT THE AUTHOR

...view details