રાજકોટઃ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 22 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 22 જેટલા દર્દીઓના મોત થતા તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.
રાજકોટઃ છેલ્લા 24 કલાકમાં 22 કોરોનાના દર્દીના મોત
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 22 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
જ્યારે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 1,756 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે હજુ પણ 750 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા બે દિવસમાં 22 જેટલા કોરોનાના દર્દીના મોત થતા તંત્ર પણ મૂકપ્રેક્ષક બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
હાલ રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ કોરોનાની સારવાર માટે આવી રહ્યા છે. જેને લઈને મોતના આંકમાં વધારો થયો હોવાનું પણ એક કારણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ પણ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજકોટની મુલાકાત કરીને અહીં કોરોનાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.