બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે, "તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી, મને મત આપ્યો હોત તો વિકાસ થાત" પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા. તેઓ વીડિયોમાં દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
કુંવરજી બાવળિયાએ કહ્યું "હું કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ગયા વખતે તમે મને 45 થી 55 ટકા જ મત આપ્યા હતા, ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા ? હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું" ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, "તમે સમજતા નથી આખા રાજ્યમાંથી લોકો કુંવરજી બાવળિયાને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે તમે સમજો"