ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો ગોંડલના 325 વર્ષ પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર વિશે

રાજકોટઃ ગોંડલના છેવાડે આવેલા વેરી તળાવ પાસે 325 વર્ષ પૌરાણિક સ્વયંભુ સુરેશ્વર મહાદેવનું મંદિર ગોંડલ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ભોળાનાથને ભજવા સવારથી મોડી રાત સુધી ભાવિકોનો અવિરત પ્રવાહ મંદિર તરફ વળી રહ્યો છે, જેને કારણે આખો દિવસ મંદિર ભક્તોથી ભીડ જોવા મળે છે.

Rajkot

By

Published : Aug 22, 2019, 10:18 AM IST

ગોંડલની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરના અતિ પ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવાલય શ્રી સુરેશ્વર મહાદેવ બિરાજમાન છે. શ્રાવણ માસના શુભારંભ સાથે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજતો રહે છે. ગોંડલના રાજવી સર ભગવતસિંહજી પણ સુરેશ્વર મહાદેવના દર્શન માટે જતા હતા.

જાણો ગોંડલના 325 વર્ષ પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર વિશે

એસટી નિગમ દ્વારા સુરેશ્વર મંદિરે જવા માટે કોલેજ ચોક તથા હોસ્પિટલ ચોકથી સ્પેશિયલ બસ મુકવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભજન - ભોજન સહિત અનેક આયોજન કરાય છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે 108 દીપમાળાની આરતી કરવામાં આવી હતી. જેમાં રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ્વર મહાદેવ મંદિરમાં 108 દિવાની આરતી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details