રાજકોટ : ગોંડલના ભગવતપરામાં રહેતા પરીવારના ફરિયાદીએ સગીર વયની પુત્રી ઉ.વ.15 નું ગુંદાળા ચોકડીએ આરોપી વિજય જેરામભાઈ ધામેચા લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી બદનામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ છે તેવી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તપાસ કરી અધિકારીએ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કર્યો હતો.
ગોંડલમાં સગીરનું અપહરણ કરી પોલીસ હવાલે થયેલો આરોપી તેનો પ્રેમી હોવાથી મળ્યા જામીન - rajkot news
ગોંડલના ભગવતપરામાં રહેતા પરીવારના ફરિયાદી સગીર વયની પુત્રીને ગુંદાળા ચોકડીએ આરોપી વિજય જેરામભાઈ ધામેચા લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આરોપીની રજૂઆતને ધ્યાને લઇને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
ત્યારબાદ આરોપીએ તેના એડવોકેટ મારફત નામદાર ગોંડલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, ભોગ બનનારે પોલીસ રૂબરૂ નિવેદનમાં જણાવેલ કે, મારે આરોપી સાથે પ્રેમસબંધ છે અને આરોપી મને તેડવા આવેલ નથી, હું મારી મરજીથી તેના ઘરે રહેવા ગયેલી છું અને અમે બંને એકબીજાની મરજીથી પતિ-પત્ની તરીકે સાથે રહીએ છીએ.
આ રજૂઆત અને નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી વતી રાજકોટ અને ગોડલના યુવા એડવોકેટ આઈ.બી.જાડેજા, રાજવીજયસિંહ જે.જાડેજા રોકાયેલા હતા.